વીતે જીવન
વીતે જીવન
1 min
26.8K
વીતે જીવન પુરુષોતમ પ્રભુ સ્મરણમાં.
હાથ જોડીને માગું લેજો તમે શરણમાં.
સુખદુઃખ સંતાપે કલિકાળમાં જીવનમાં ,
રહે ભકિત હરિવર તમારી આચરણમાં.
નૈન પિયાસી દરશન કાજે આગમનમાં,
મન રહેતું નિરંતર ગિરિરાજધરણમાં.
તારી કૃપા માનું સંતોષ વસે ઇચ્છામાં,
કરું પ્રાર્થના ભક્તો તણા અવતરણમાં.
વરસે કરુણા કૃપાનિધિ મુજલોચનમાં,
વીતે આયખું તવ ભક્તિના ઉપકરણમાં.
