વિહંગાવલોકન
વિહંગાવલોકન
1 min
342
ઉડતા કોયલ મોર પોપટ પંખીનું ટોળું,
જઈએ દોરવે લઇ જાય કબૂતર ભોળું,
મને પારેવું બનવાનું જો મળે વરદાન,
વિના વીઝા દેશ પરદેશ કરુ હું ઉડાન,
નથી પાસપોર્ટ કે ના ટીકીટ કપાવવી,
બે પાંખ અમારી વિમાનમાં ખપાવવી,
શાને જોવી મારે પાઈલોટની ઈંતજાર,
જ્યાં ઉભું રહુ ત્યાંજ એરપોર્ટ ને બજાર,
લાંબી સફરમાં એકલા સુનુ સુનુ લાગે,
રૂપાળી એરહોસ્ટેસની ઝાંઝર ના વાગે,
બની શકે તો કરી આપો થોડી સગવડ,
એરહોસ્ટેસ લેશું સંગ ભોગવી અગવડ,
ઉડતા કોયલ મોર પોપટ પંખીનું ટોળું,
વિહંગતા ભરપૂર વિશ્વમાં ખાઈને મોળું.
