Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Others

3  

Hetshri Keyur

Others

વહુ જીવતો રોબોટ

વહુ જીવતો રોબોટ

1 min
243


સૌથી પહેલા ઉઠી સૌથી છેલ્લે સૂવું પડે મોડું,

ઉઠવું જેવી ઈચ્છા મારે થોડી કરાય !

મને નાના મોટા મનમાં ફાવે એમ બોલી ભલે જાય,

મારાથી થોડું કોઈને કંઈ કેહવાય ?


ઠંડુ વધે એ તો મારેજ ખવાય,

ગરમ રોટલી એ થોડું મારે જમાય!

વાક મારો હોય કે ન હોય રાઈ નો પહાડ થાય,

સારું ગમે એટલું કરો વખાણ મારા થોડા કરાય !


મારા હાથનું ભાવે મારા પતિને,

પ્રેમથી મારી જોડે બોલે મારો પતી એ થોડું ચલાવાય !

પ્રગતિ ગમે એટલી મારા પગલે મારા વરની થાય !,

એ પાછળ મને જશ થોડો અપાય !


મને સમાજમાં માણસો ઓળખે સારી રીતે,

એ થોડું કોઈ થી જોઈ શકાય !

ચોવીસ કલાક કામ કરી ને પણ તું થકી ગઈ છો ?

એવું થોડું મને પૂછાય !


ઘરના રિવાજથી અલગ જઈ,

મારે થોડો કોઈ નિર્ણય લેવાય !

ખુશ થવું,આનંદમાં રહેવું જેવા શબ્દો મારી જિંદગીમાં આવે,

એવું થોડું મારાથી ઈચ્છા કરાય !

 

ભાઈ હું વહુ છું જીવતો રોબોટ છું મારાથી કોઈ પણ જાતની,

દુઃખ, તકલીફ, ખુશી, થાક જેવી બધી લાગણી થોડી રખાય !

 સૌથી પહેલા ઉઠી સૌથી છેલ્લે સૂવું પડે મોડું,

ઉઠવું જેવી ઈચ્છા મારે થોડી કરાય !


Rate this content
Log in