STORYMIRROR

Kalpesh Patel

Others

3  

Kalpesh Patel

Others

વહાણું

વહાણું

1 min
387

રેશમના ચાર-છ તાર

શું મને બાંધે

દર વર્ષે

બેની મારી ..

રક્ષાબંધને !


આપણે રહ્યાં

એક બાપના 

અને તું

લાડકવાયી

તારા ભાઈની પણ..


તું લાજ આ ખોરડાની

પારકી થાપણ

પરણ્યા પછી

અંહિયા 

નોખી થશે ત્યારે....?


....ત્યારે

ધીમું હસી

છેક હળવેથી કાન પાસે

'બેની” બોલે છે ..

જાણું છું 'વીરા”

ચાર તાંતણાંથી તું ક્યાં બંધાવાનો !


 પ્રેમ જ મારો છે કાફી તુજને,

બાંધી રાખશે !

તાંતણા એ તો નકરું 'બહાનું” છે..

 આતો

'વીરા”ના સુખનું 'વહાણું” છે.


Rate this content
Log in