વેક્સીન - રસી
વેક્સીન - રસી

1 min

178
કીટાણુ, જીવાણુ વિષાણુ કામ કરે અંગમાં કાળા,
રસી ઊભી કરે છે શરીરમાં કાયમી તાલિમશાળા,
બીનપૂછ્યે ઘુસી વિષાણુ અંગેઅંગમાં કરે ચાળા,
વેકસીન તોડી પાડતું જીવજંતુના બાંધેલા માળા,
જીવાણુ ફેફસાંમાં ગૂંથતા છુપાછુપા ઝેરના જાળા,
ટીકા રક્તકણ થકી કીટાણુ રોકે બાંધી આડા પાળા,
વેક્સીન બનાવે રક્તમાં ઠેરઠેર બચાવ માટે ગાળા,
વિષાણુ પ્રવેશે શરીરમાં પહેરાવે મૃત્યુની વરમાળા,
જૈવિક ચેપી રોગ રોકવા માટે જરૂરી વૃદ્ધ યુવા બાળ,
રસી સક્રિય હસ્તગત રોગપ્રતિકારક શક્તિનો થાળ.