STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

વાત કરું છું

વાત કરું છું

1 min
13.7K


ના પથ્થર કે રેતથી વાત કરું છું 

માત્ર હૈયાનાં હેતથી વાત કરું છું. 


શબ્દો નહિ સમજાવી શકે બધું, 

એથી જ સંકેતથી વાત કરું છું. 


માનવ સાથે જોઈ સંકીર્ણતાને ,

પછી ખુલ્લાં ખેતથી વાત કરું છું. 


આ પાદરનો પાળિયો હોંકારતો, 

થૈને પૂરેપૂરો સચેતથી વાત કરું છું. 


અપેક્ષાના વમળમાં વીંટાયેલા, 

માનવ નામે પ્રેતથી વાત કરું છું. 


Rate this content
Log in