Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Children Stories Others Drama

3  

Smita Dhruv

Children Stories Others Drama

વાંદરાની ટોળી

વાંદરાની ટોળી

1 min
499


વાંદરાની ટોળી ભાઇ, વાંદરાની ટોળી !

સમુદ્ર લાંઘવાને ઉપાડી, આજ વાંદરાની ટોળી !


દરિયાને બદલે બેઠા જઇને પાણીની ટાંકીએ,

માને બચ્ચું કૂદતાં-કૂદતાં  પહોંચ્યાં  તેને ઢાંકણે,

દોઢડાહ્યા બચ્ચાએ તેમાં હાથ લાંબો નાંખ્યો ,

પટાક દઇને ખાધું ગડથોલિયું, વાંદરો રહ્યો જ વાંદરો !


બહાર મમ્મી બાઘી બનીને જોતી રહી તમાશો,

" શું થયું ?" કરતાં સૌ વાંદરાં ભેગા મળ્યા ત્યાં તો.

'કી-કી ' કરવા ઉપરાંત કરે પણ શું બિચારા ?

મનુષ્ય એ રચેલી સૃષ્ટિમાં પ્રાણીને ગળે છે ફાંસો !


 તાકડે કનુભાઈનો મનુ અગાશીએ ચઢીયો

ખુદ વાંદરા જેવો તોફાની, પ્રત્યક્ષ વાંદરાને મળીયો !

"બચાવો, બચાવો" ના નારા દ્વારા, એકઠાં સૌને કરતો,

નાના કપિનાં બચ્ચા ખાતર, ઉધમ તે મચાવતો !


દોડી પડ્યાં ફ્લેટનાં લોકો, ને પટાવાળો પણ આવીયો,

જેમતેમ કરીને પૂંછડીથી બચ્ચાને બહાર તે કાઢતો !

જીવમાં જીવ આવ્યો તેમ વાંદરી બચ્ચાને વળગી,

કૂદકા મારી ક્ષણભરમાં ચાલ્યા, જાણે આવી પાંખો !


ખુશીના માર્યાં કનુભાઇએ મનુની પીઠ થાબડી,

"શાબાશ બેટા !" કહીને થપથપાવ્યો વાંસો !

"મૂંગા પ્રાણીની તું આમ જ સેવા કરજે",

ફ્લેટનાં લોકોને પણ આજ, મળી કરવાને વાતો !


Rate this content
Log in