ઉત્તરાયણ
ઉત્તરાયણ
1 min
60
થાક્યો સુરજ દક્ષિણ જઈને ઠંડીથી આજ
વળ્યો પથ ખસવા ઉત્તરે તાપવાને કાજ
લાંબી રાતોની રજાઈ હવે ધીરે સંકોડાશે
લપેટ લપેટ ને કાપ્યો કહી પતંગ પડાશે
તલની ચીક્કી લાડુ ઊંધિયું શેરડી ખવાશે
ચડી ધાબે મહેફિલમાં મીઠાં ગીતડાં ગવાશે
ગંગા જમુના સરસ્વતી જલમાં ડૂબકી મારી
નીરવું ગોંદરે ગાયને દાન દક્ષિણાની વારી
ઉત્તરાયણ, મકરસંક્રાંતિ કરી ગરબડ નામે
ઠેરઠેર મેળા પોષ માસે ઉત્સવે શું રંગ જામે
થાક્યો સુરજ દક્ષિણ જઈને ઠંડીથી આજ
આકાશે દિને પતંગ ને રાતે તુક્કલનું રાજ
