ઉરવેદના.
ઉરવેદના.
1 min
25.5K
હું છું ગાતું ખીલતું નર્તન કરતું ઉર
મને દુનિયાદારીના ગજથી ના માપો
મને આટલું ના સંતાપો.
હું છું સ્ફુરતું સ્પંદન કરતું લાગણીપૂર,
મને ગણિતની ગણતરીએ ના કદી માપો.
મને આટલું ના સંતાપો.
હું છું ધબકતું ટપકતું દ્રવતું ઝંકૃતનૂર
મને નફા નુકશાનના ધોરણે ના માપો.
મને આટલું ના સંતાપો.
ભીતર ભર્યા ભાવના ભંડારો મંજૂર
મને મતલબી જગની આંખે ના માપો
મને આટલું ના સંતાપો
ત્યજી સઘળાં સ્થાન હરિ હાજરાહજૂર
કરી વાકપ્રહાર ગરિમા એની ના ઉથાપો.
મને આટલું ના સંતાપો.
