STORYMIRROR

Chaitanya Joshi

Others

0  

Chaitanya Joshi

Others

ઉંમર લાંબી થજો.

ઉંમર લાંબી થજો.

1 min
255


જે કરે પરમાર્થનાં કામ ઉંમર લાંબી થજો એની.

જેને લાગે પોતાનાં તમામ ઉંમર લાંબી થજો એની.

ના માત્ર નિજ ખાતર જે જીવન હોય જીવનારા,

બીજાનાં દુઃખે દ્રવે પ્રણામ ઉંમર લાંબી થજો એની.

ના કદી વૃક્ષ ને કાપે વાવીને જે ઉછેરીને જ જંપે,

જેના હૈયે વસતા હો રામ ઉંમર લાંબી થજો એની.

પરદુઃખે જે થાય દુઃખી એમાં એને ઇશ આભાસ,

જનસેવામાં પ્રભુ નું ગણે કામ ઉંમર લાંબી થજો એની.

સંસ્કારનું જે સિંચન કરે આવતીકાલની પેઢીમાં, 

જગતમાં કમાય જાણે નામ ઉંમર લાંબી થજો એની.


Rate this content
Log in