ઉનાળો
ઉનાળો
1 min
28.2K
ધરતીને ધગધગાવતો આવ્યો ઉનાળો.
અવનીને અકળાવતો આવ્યો ઉનાળો.
સીધાં કિરણો રવિના પરાકાષ્ઠા સર્જતાં,
જળરાશિને શોષવામાં ફાવ્યો ઉનાળો.
હરિયાળી વનરાજી સૂકીભઠ્ઠ કરનારો,
ઠંડાપીણાની લિજ્જત લાવ્યો ઉનાળો.
વળી આમ્રફળની મીઠપ જગને ધરતો,
તળબૂચની મહેફિલે જમાવ્યો ઉનાળો.
પશુ પક્ષી ગરમીમાં ત્રાહિમામ થૈ જતાં,
માનવને પણ પ્રસ્વેદે ભીંજાવ્યો ઉનાળો.
