STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

ઉનાળાની રાત

ઉનાળાની રાત

1 min
34

નાનામોટા પડ્યા આડા શેરીમાં નાખી ઢોલિયા,

વળગ્યા વાતે બિન ફિકર જાણે ફકીર ઓલિયા,


શીત વાયુ લહેરે સૂતા સ્વપ્ન આવ્યા આભ ઓથે,

જોઈને ધંધે લાગ મોટો ચડ્યા ચોર ઘરમાં ગોથે,


પોઢ્યા શ્વાન નાખી શકટનો ભાર ગલૂડિયાં પર,

ચડ્યા ગપાટે ચોક સિપાહી ગઈ વાત વટ ઉપર,


સોમરસ સથવારે એક ડંડો પછાડ્યો પુરા જોરથી,

ભાગ્ય ઉઘડી ગયું દેખીને માલ રઘવાયા ચોરથી,


ભાગ્યા સીમ ભણી સૌ પાડવા મળ્યો કેટલો ભાગ,

જોયું તો નીકળ્યા રૂ નાસ્યા સાંભળી શિયાળ રાગ,


સૂતેલાની નીંદરું ગઈ ને ગઈ સિપાહી કેરી નોકરી,

બેઆબરૂ થઈ એકલા ચોર રહ્યા વાંઢા વગર છોકરી.


Rate this content
Log in