ઉડાન
ઉડાન
1 min
231
જીતી શકાય શું સઘળા જગને કદી,
ખુદને ઓળખી શકુ એજ આસ છે.
નથી ઘડાયા અહિં એક્સરખા સૌ,
પાંચ આંગળામાંયે અંતર ખાસ છે.
ખુલ્લી આંખે દેખાય એ સત્ય ખરું,
બંધ આંખે દેખાય, શું આભાસ છે ?
હોય એકજ સિક્કાની બે બાજુઓ,
ઈચ્છીત ફળે એ સૌની અરદાસ છે.
પાંખો ફેલાવીને ભરવી ઊંચી ઉડાન,
સૌનું પોતાનુ અલગજ આકાશ છે.
