તું મહાન થાજે
તું મહાન થાજે
1 min
139
પીડિતોનો પીર થાજે,
દુનિયાનો દાદો થાજે,
અસહાયનો સાથી થાજે,
મૂંઝાયેલાનો માલિક થાજે,
માનવતા કાજે,
શ્રેષ્ઠ સર્જન થાજે,
ત્યકતાનો તારણહારો થાજે,
વિધવાનો વિધાતા થાજે,
અંધજનોનું આકાશ થાજે,
બધિરનો બાપુ થાજે,
કરુણાને કાજે,
જો જે માનવતા ન લાજે,
વિદ્યાર્થીની હિંમત થાજે,
અપંગની લાકડી થાજે,
બાળકોનો કાનુડો થાજે,
બેનુંનો હુમાયુ થાજે,
માતા-પિતાનો શ્રવણ થાજે,
આ ધરાની ખુમારી કાજે,
ભારતનો ચંદ્રગુપ્ત થાજે,
રજકારણીઓનો ચાણક્ય થાજે,
ખાલી ફેરાનો જીવ ન થાજે,
માનવ થઈ, મહામાનવ થાજે,
ભ્રુણ હત્યાનો વિરોધી થાજે,
સૃષ્ટિના જોખમને કાજે.
