STORYMIRROR

Anil Dave

Children Stories Others

4  

Anil Dave

Children Stories Others

ટોકરીયો બાવો

ટોકરીયો બાવો

1 min
324

બચપણમાં આવતો ટોકરીયો બાવો,

બા મને કહેતી સુઈ જા આવશે બાવો.


બિચારાને સમયનુ પૂર તાણી લઈ ગયું,

હવે વિતેલા સમયને ખેંચી તાણી લાવો.


સાધુ-બાવા નામ શેષના અવશેષ થયા,

જમાનાના તકવાદી બાવાઓને ભગાવો.


હવે જંતર-મંતરની અંધશ્રધ્ધા વધી છે,

ઠગ વિદ્યાવાળાને સબકનો પાઠ ભણાવો.


ઢોંગ, ધતિંગને ઘૂણવાના તૂતકોને ન માનો,

મૂર્ખ "અનુ"ઉત્તરો પ્રભુને આત્મામાં વસાવો.


Rate this content
Log in