ઠીંગણો ભાભો
ઠીંગણો ભાભો
1 min
263
એક ઠીંગણો ભાભો,
જાણે ગોળ મટોળ અને ગોદડીઓ,
ભર્યો ભર્યો હો ગાભો,
એક ઠીંગણો ભાભો,
માથે મોટી પાઘ વીંટતો,
પગમાં જોડા ખખડ ફફડ,
હાથે નેતરની સોટી,
લગરીક ઊંચું એક છોકરું,
પડખે આવી ઉભે,
તો તો આંખો ફાડી જોયા કરતો,
થઈને આભો આભો,
એક ઠીંગણો ભાભો.