ત્રણ વચન, ત્રણ વાંદરા
ત્રણ વચન, ત્રણ વાંદરા
1 min
11.5K
આપ્યાં મહાત્માએ
ત્રણ વચન
બુરા મત દેખો
બુરા મત સુનો
બુરા મત બોલો
આ સ્વાર્થી જગમાં
ન નિભાવે
કોઈ આ વચન
થઈ રહ્યું છે પતન
માનવતાનાં મૂલ્યોનું
ગાંધીજીનાં વચનોનું
છે અહીં પૈસાની બોલી
સત્ય રોજ વેચાય છે
અહિંસા રોજ હણાય છે
માનવતાનો શ્વાસ રૂંધાય છે
ને તો પણ નારો આઝાદીનો
આ દેશમાં ગવાય છે
