તોરણ.
તોરણ.
1 min
27.9K
આવનાર પ્રત્યેકને આવકારે છે તોરણ દ્વારનું,
શોભા આંગણા તણી વધારે છે તોરણ દ્વારનું.
શુભપ્રસંગો આવતાં તોરણ દ્વાર પર મલકાતું,
સકારાત્મક ઉર્જા વળી સંચારે છે તોરણ દ્વારનું.
આસોપાલવ કે આમ્રપત્રો બંધારણ છે એનું,
ક્યારેક ભરતગૂંથણ સ્વીકારે છે તોરણ દ્વારનું.
બદલતા સમયે નકલી પત્રપુષ્પો વસતાં એમાં,
માનવીના મનોભાવો શણગારે છે તોરણ દ્વારનું.
ઉત્સવો કે લગ્નપ્રસંગે કદી ધાર્મિક થઈ જનારું,
નકારાત્મક ઊર્જાને એ વિદારે છે તોરણ દ્વારનું.
