તો પણ મજા છે
તો પણ મજા છે
1 min
538
જીવનનાં હાલ બેહાલ છે, છતાં એમને મજા છે,
ભરી ખોબે પીડા આપે છે, છતાં એમને મજા છે,
પાડ્યા આંસુ એમનાં માટે છતાં એમને મજા છે,
પજવ્યાં અમને છોડ્યા પછી છતાં એમને મજા છે,
વારંવાર આમ આવજા કરી નડે છતાં એમને મજા છે,
દુઃખવે તૂટેલું દિલ મારું વારંવાર છતાં એમને મજા છે,
મળે જો રસ્તો સમાઈ જવું ધરામાં છતાં એમને મજા છે,
નથી સમજતાં લાગણીઓ સાચી છતાં એમને મજા છે,
ઝીંકે ઘા પર ઘા ભભરાવે નમક એ છતાં એમને મજા છે,
તૂટેલું ના સંધાય જાણે છે, તો પણ તોડે છતાં એમને મજા છે,
મળે જો મોત તો હાલ ભેટી લઉં તો જ એમને મજા છે,
મરતાં મરતાં જીવે નિક્સ તું આપે મોત એની મને મજા છે.
