STORYMIRROR

Nilesh Bagthriya

Others

3  

Nilesh Bagthriya

Others

તો કેવું !

તો કેવું !

1 min
174


ઠાઠડીમાં જો બંધાઇ જવાય,

એ પહેલાં જીવી જવાય તો કેવું !


જન્મે તો છીએજ સૌ માણસ,

પણ સાચેજ માણસ થવાય તો કેવું !


ચીપકાવી શકાય સ્મિત આ ચહેરે,

પણ દિલથી જો હસાય તો કેવું !


આમ તો રંગમંચ છે આ જિંદગી,

પણ ખુદનું પાત્ર ભજવાય તો કેવું !


એકલાં આમ સાવ થાકી જવાય,

કોઇના સંગે સફરે ચલાય તો કેવું !


ને આ ઢસરડાંનો કોઇ અંત છે જ નહીં,

માટે હવે પોરાનો એક શ્વાસ લેવાય તો કેવું !


Rate this content
Log in