તમે ગયાં
તમે ગયાં
1 min
418
તમે ગયાં તે સાથેજ,
નદી ઉછળવા માંડી,
સ્થળ-કાળ નિરપેક્ષ થઇ સ્મ્રુતિવિહિન
પર્વત ઉપર દોડવા માંડી.
પર્વતને વળી શું સૂઝ્યું તે
વાંકા વળી વળી ગતિ નથી, રતિ નથી,
છતાંય, અર્થ-અનર્થના અગાધ તળિયાં,
ઉલેચતા ઉલેચતા સમુદ્રમાં ઝંપલાવ્યું.
સમુદ્રનાં જળ ઊડ્યાં ઉંચેને ઉંચે,
તેના છાંટા પડ્યા મારા ચહેરે,
ચહેરા ઉપર ઉપસી આવ્યા મોટા મોટા ફોલ્લા.
ફોલ્લા ફૂટ્યા અને તેમાંથી નીકળી રસી,
રસી હજી સૂકાતી નથી,
રાહ જૂએ છે તમારા આવવાની.
