STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

તમારું દર્શન મળતાં

તમારું દર્શન મળતાં

1 min
317


તમારું દર્શન મળતાં અંતરને સુખ થાય છે રે,

મંગળ દર્શન મળતાં આનંદે ઉર ન્હાય છે રે ... તમારું.

એવો મહિમા કહ્યો તમારો, પ્રેમ કરી જ્યાં નેત્ર જ ઢાળો,

તાપ શમે ત્યાં અમૃતવર્ષણ થાય છે રે ... તમારું.

સ્વર્ગ વસે છે ચરણ તમારે, સિદ્ધિ મુક્તિ પણ હરકાળે,

તમારાં ચરણ પડે ત્યાં સ્વર્ગમુક્તિ સરજાય છે રે ... તમારું.

મંગલરૂપ તમારું કેવું, બ્રહ્માંડે કોઇ ના એવું,

દર્શન એવું મળતાં મૂંગાંજન પણ ગાય છે રે ... તમારું.

કોઇ બડભાગી જ બતાવે, રસનો મહિમા તે જ બતાવે,

ધન્ય બને છે જેને તે રસ પાય છે રે ... તમારું.

દર્શન મળતાં સર્વ મળે છે, સર્વ મનોરથ શીઘ્ર ફળે છે,

પ્રેમ કરે જે તમને બડભાગી થાય છે રે ... તમારું.


Rate this content
Log in