STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

તમારા શબ્દે.

તમારા શબ્દે.

1 min
27K


થયો કોકિલનો ટહૂકાર તમારા શબ્દે.

કર્ણને મનગમતો ઉચ્ચાર તમારા શબ્દે.

લાગે ધરાની નંદનવન શી ગરિમા કેવી!

કીધો મદને ચાપપ્રહાર તમારા શબ્દે.

મનમયૂર કરી ટહૂકા થૈ થૈ નાચનારા, 

ઉરે ધર્યા નવલાસિંગાર તમારા શબ્દે.

વિસ્મૃતિ વાસ્તવિકતાનીને સપ્તરંગી સમો, 

જાણે કે દિલદર્દ ઉપચાર તમારા શબ્દે.

ઉરને મળી ગયા સૂર સજીને સાજ,

વિનસ છેડતી બહાર તમારા શબ્દે.

થતી પૂર્તિ ઝંખનાની મિલનની પળોમાં, 

સ્થગિત વાણીનો પ્રતિચાર તમારા શબ્દે.


Rate this content
Log in