તમારા ભવનમાં
તમારા ભવનમાં
1 min
204
અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં,
ભરો લાગણી સ્નેહની થોડી મનમાં,
ખર્યા છે પાનખરે પાંદડા ભલેને,
ફરીથી છવાશે જવાની ચમનમાં,
સાચવી જખ્મોને હૈયાના કોઈ ખૂણે,
મઢાવો કલમથી તમારા કવનમાં,
માનવ અતિ ખારાં અહીં જગતના,
મધુરાં કરવાની શક્તિ છે નમનમાં,
ફતેહ સત્યનો કાયમ થાય છે "વીજ",
વધાવો સમયને તમારા ભવનમાં.
