STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

તલપ

તલપ

1 min
26.3K


હરિ પામવાની મારે ભવોભવની તલપ,

એને મળવાની મારે ભવોભવની તલપ.


નામસ્મરણના મારગે આગેકૂચ કરતો,

એને ઝંખવાની મારે ભવોભવની તલપ.


વિરહ,વાટ,વ્યાકુળતા અંતર અનુભૂતિ,

એને ભેંટવાની મારે ભવોભવની તલપ.


પ્રતિક્ષાની પરાકાષ્ઠા પ્રાબલ્ય પ્રગટાવતી,

એકરુપ થવાની મારે ભવોભવની તલપ.


આવજો અબ્ધિવાસી અંતર આરઝૂથી,

સત્કાર કરવાની મારે ભવોભવની તલપ.


Rate this content
Log in