તલાક
તલાક
1 min
12K
જામી ગયેલાં રુધિરમાંથી,
યાદ વહે છે તારી.
પડેલાં,પાંપણનાં ઉઝરડા ઉર પર.
સ્મૃતિ સૂકાવા, ક્યાં દેય છે તારી.
ગઈ તુંં, લઈ જિંદગી મારી,
તલાકે ગઈ, ભારે થઈ, જાન મારી ગઈ.
ભૂસવી કઈ રીતે પડેલી પાંપણની છાપ,
ન રહે કાંઈ, એવું ટોનિક ગોતી આપ.
તારા, મારા ઓગળેલાં એક શ્વાસને.
એકમેકમાં, ભળેલી એક મહેકને.
બે જિંદગીની, એક થયેલી મુસ્કાનને.
આપ્યું નામ કોણેે 'તલાક' ?
✍️ જાની.જયા.તળાજા."જીયા"