તીડ
તીડ

1 min

24.2K
એકાંકી નિરુપદ્રવી અમથું લાગતું તીડ,
ખાલી કરે ખેતરો જ્યાં મોટી થાય ભીડ.
શલભ ખાય એટલું જેટલું એનું વજન,
કરે બરબાદ અન્ન ભૂખે મારે લાખ જન.
રણમાં મળે દુકાળ પછી જો વનસ્પતિ,
વધે વંશ વેલો સંતત્તિ લાવતી આપત્તિ.
ભાગવું ઉડવું કરવી ટોળેટોળા હિજરત,
ગાઉના ગાઉ ગામતરાં કરવા ફિતરત.
ઉડતા ઉજાળતાં વન વાડી ને ખેતરો,
નહીં આગાહી આગમન છુપાઈ છેતરો.
એકાંકી નિરુપદ્રવી અમથું લાગતું તીડ,
ઢોલ નગારા થાળી વેલણની જરા ચીડ.