થઇ ગયો
થઇ ગયો
1 min
13.9K
હતો હું પથ્થરનો ટૂકડો,
તરાસ્યો તમે ને ભગવાન થઇ ગયો,
હતો હું રસ્તે રઝળતો,
મૂક્યો મસ્જિદમાં ને રહેમાન થઇ ગયો.
હતી કિંમત કોડીની મારી,
આવકાર્યો તમે એટલે મહેમાન થઇ ગયો.
હતો સાવ લુખ્ખો ને કડકો,
મળી મહોબત ને ધનવાન થઇ ગયો.
હતો અક્કલનો ઓથમીર,
મળ્યાં તમે ને બુધ્ધિમાન થઇ ગયો.
હતું ન ઠેકાણું કોઇ જાતનું,
આગમને તમારા જાતવાન થઇ ગયો.
મારતો કાયમ ભૂસકા ભૂતકાળમાં,
સગે તમારા 'જશ' વર્તમાન થઇ ગયો.
