થાય બધુંય થાય.
થાય બધુંય થાય.
1 min
445
સવારે દેખાતો સૂરજ,
સાંજે આથમી જાય,
થાય બધુંય થાય,
સવારે ફૂલ ઊગે,
સાંજે કરમાઈ જાય,
થાય બધુંય થાય,
ભરતીથી પાણી આવે,
ઓટથી ચાલ્યું જાય,
થાય બધુંય થાય,
ઉનાળાની કારમી ગરમી,
ચોમાસે ચાલી જાય,
થાય બધુંય થાય,
કોઈ રાજા નથી,
કોઈ પ્રજા નથી,
સૌ પોતપોતાનાં સમયે જાય,
થાય બધુંય થાય.
