STORYMIRROR

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

તારલા

તારલા

1 min
26.7K


આજ નભથી ચૂંટવા છે તારલા,

ચોટલે તવ ગૂંથવા છે તારલા.


ચમકતી લાગે સદા તે કારણે,

પાલવે તવ ટાંકવા છે તારલા.


બારણું શણગારવાને કાજ તવ,

ટોડલે લટકાવવા છે તારલા.


હો ભલે લાખો પડેલા કંટકો,

રાહમાં તવ વેરવા છે તારલા.


જે થવાનું હોય, છો ને જાય થઇ,

આજ 'જશ'ને ચૂમવા છે તારલા.


સામગ્રીને રેટ આપો
લોગિન