STORYMIRROR

Manu V Thakor

Others

3  

Manu V Thakor

Others

તારી યાદોનું ચોમાસું.....

તારી યાદોનું ચોમાસું.....

1 min
14.1K


તારી યાદોનું ચોમાસું, ફરી આવી ગયું છે જોને પાછું, વિરહી વેદનાની ચમકે છે વીજળી ને
ઝરમર ઝરમર વરસે છે આંસુ,
આંખોમાં ઇંતજારી ચાતક બનીને જોને બેઠું છે ક્યારનુંય પ્યાસું, તારી યાદોનું........

રંગ રંગ વાદળી સંગે મળે ત્યારે મિલન;
મેઘધનુષ થઈને દેખાતું,
આગોતરા એંધાણ આપે કદી થતી વાયરાની સંગ બધી વાતું તારી યાદોનું........

હૈયાનાં મોરલા ટહુકા કરીને કહે,
સંગ વાલમનો હોય તો જ નાચું,
લથબથ ભીંજાવું મારે કેમે કરીને થાય હવે વરસાદી વાર્તાઓ વાંચું તારી યાદોનું........ -મનન 


Rate this content
Log in