STORYMIRROR

Parulben Trivedi

Others

3  

Parulben Trivedi

Others

તારી મારી યારી

તારી મારી યારી

1 min
269

જીવનનાં હરેક પળોનો તું    

ઉત્સાહ છે,

ગમગીનતા ને હટાવતો કિરતાર     

 છે.....!


 નથી રહેતો મને મારા પર 

 ભરોસો જ્યારે,

 એ ભરોસાને ટકાવતો તું

 રાહદાર છે.....!


 બસ એજ તો તારી મારી યારી છે.

 ક્યારેક અબોલા તો ક્યારેક

 અનહદ પ્રેમ વરસાવતો,

 તડકા છાયાનાં સમરાંગણમાં એક તું

આધાર છે....! 


 બસ એજ તો તારી મારી યારી છે.

 સુદામા - કૃષ્ણની જોડી

અપ્રતિમ,

 એવી સંસ્કૃતિની તું

 ગરિમાળ છે....!


 નિભાવું મિત્રતા અનેક 

વિટંબણાઓમાં પણ,

 બસ ઈશને એ ફરમાઈશ છે.....!


 બસ એજ તો તારી મારી યારી છે.

 આથી વિશેષ શું કહું ?

 યાર તું માને કે ન માને,

 સુખ-દુ:ખનો તું સહારો છે....!


 મારી જિંદગીને ખીલાવી રાખતો,

 તું ‌મારા જીવનનો ખીલતો ક્યારો છે...!

બસ એજ તો તારી મારી યારી છે.


Rate this content
Log in