STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

*તાંડવ*

*તાંડવ*

1 min
528

આ જગતના તમે છો નાથ, ધરા ધ્રુજાવે તાંડવ કરી, 

જન્મ જન્મના પાપ જ ભાગે જો તમે કૃપા કરી,


નટરાજ હે મહા નટેશ્ચર, હે ડમરુ ધારી મહાદેવ, 

તાડવ નૃત્ય કરી, ત્રિભુવન ડોલાવે ભોળા મહાદેવ,


સર્વના મદનો નાશ કરનારા, કોઈ ના પામે તમારો ભેદ, 

દરિદ્રતાના દુઃખો બાળી, તાંડવ કરીને મિટાવે આ ભેદ, 


રાવણે તાંડવ સ્રીતો રચી પ્રસન્ન કર્યા મહાદેવ, 

તાંડવ નૃત્ય તમારુ પ્રિય છે હે ભોળા મહાદેવ,


ભાવનાના ભાવથી પોકાર સાંભળી, કરુણા કરો છો, 

તાંડવ નૃત્ય કરી સૃષ્ટિનો વિનાશ અને રચના કરો છો.


સામગ્રીને રેટ આપો
લોગિન