તાલમેલ
તાલમેલ

1 min

12K
સિંહની તરાપ
હરણનું ભાગવું
પગનો તાલમેલ
વસંતનું આગમન
ફૂલનું ખીલવું
ઋતુનો તાલમેલ
કકળતી ભૂખ
સ્વાદિષ્ટ ભોજન
જિહવા ને દાંતનો તાલમેલ
પૂનમની રાત
પ્રેમની વાત
દિલ ને ચાંદનો તાલમેલ
ચૂંટણી ટાણે
વચનની લ્હાણી
ભ્રમ ને જૂઠનો તાલમેલ
બીમાર શિશુ
જનનીનો ઉજાગરો
વહાલનો તાલમેલ
વાદળનો ગડગડાટ
વીજળીનો ચમકારો
ધ્વનિ ને પ્રકાશનો તાલમેલ
લોભ ને લાલચ
ગરીબની ગરજ
માણસની ઘાલમેલ
કુદરતની તરાપ
માણસનું ભાગવું
ગાયબ તાલમેલ.