સ્વર - વ્યંજન
સ્વર - વ્યંજન
1 min
192
સ્વર વગરનાંં વ્યંજન પાંગળા
નખ વગર જેમ આંગળા,
'હું'પણાનો દંભ જ ખોટો
ન રહેતો અહમનાં ફિરાકમાં,
સ્વર અને વ્યંજન જો ને
પૂરક એકમેકનાં
કેવી સુંદર રચનાંઓ રચે
હોય જ્યારે એ સંગમાં
ચાલ ને આપણે પણ
બનીએ પૂરક છેકનાંં
સદા રહીને સાથ
છબી આગવી ઉપસાવીએ
એકબીજાનાં માનમાં.
