STORYMIRROR

Leelaben Patel

Others

4  

Leelaben Patel

Others

સૂરજ

સૂરજ

1 min
244

રોજ કરવા નીકળે સૂરજ હટાણું,

ને સમયની એની થેલીમાં તો કાણું,


હાટમાંથી તો ખરીદે રાત મોટી,

ના ખબર ક્યાં રાખતો એનું એ નાણું, 


રાખતો આકાશનું છત્ર હાથમાં એ,

ચાંદ તારા વાદળે કરતા ઉખાણું,


પળ નવી ને તક નવી એ લાવતો,

આપતો એ માનવીને રોજ ભાણું,


સૃષ્ટિને એવી સજાવે તેજ તાજપ,

વાટ જીવનની હશે કેવી ક્યાં જાણું !


Rate this content
Log in