STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

સુખદુઃખ.

સુખદુઃખ.

1 min
13.2K


સુખ એકધારું ગમે ના ગમે.

દુ:ખ એકધારું ખમે ના ખમે.

સુખદુઃખની આ ઘટમાળમાં, 

માનવી બિચારું રમે ના રમે.

હરખે મનભાવન મળતાંને,

દુ:ખ ગોઝારું શમે ના શમે.

યાદ આવે ઇશ પ્રતિકૂળતામાં,

સ્નેહી સાંત્વના મળે ના મળે. 

આનંદ ઉલ્લાસ ઉત્સાહ હોય, 

કોઈની મૂંઝવણ કળે ના કળે.

આખરે લખ્યા લેખ વિધિના,

એ માનવ થી ટળે ના ટળે.


Rate this content
Log in