સુબેદાર
સુબેદાર


કોઈ સાદ મને સીધોજ સંભળાયો,
ધીમી એ ગતિનો ઝીણો હીબકો સંભળાયો,
'કેમ છે તું ?' પૂછતાંજ જરી અમથો શ્વાસ સંભળાયો,
'હું મજામાં, તમે ?' એટલું પૂછતાં કઈ કેટલાં હીબકા,
બંધ આંખે ગળી જતો એ ચહેરો દેખાયો,
સ્પર્શ એ આપણી લાગણી અને શબ્દોનું પ્રતીક કહેવાય ને!
વગર સ્પર્શે વીજળીનો એક ચમકર અનુભવાયો,
મુખેથી હસતાં ને અંતરથી ડુસકા ભરતાં,
દિલનો મને આઇનો દેખાયો,
સરહદની પેલે દુશ્મનોનો કલબલાટ,
આ પાર વર્ષો પછી કાને સાંભળેલા,
'તમે કેમ છો ?'નો સવાલાત,
દુશ્મનની ગોળીથી ઠાર શું થાઉં હું ?
વગર ગોળીએ ઘાયલ થયેલ હું એક 'સુબેદાર'
'ધ્યાન રાખજે, જલ્દી આવીશ.'
બોલતા ગળગળા થયાનો એ અહેસાસ,
'વાટ જુવે આ આંખડી વ્હલા.' બોલી,
ફોન મૂકતાં જ એના હીબકાંનો એ અવાજ,
આંખના આંસુને પાંપણ સુધી ના લાવી શકનાર,
હ્દયને પાષાણથી કોતરી નાખનાર,
હા, હું ભારત ભૂમિનો પુત્ર એક 'સુબેદાર'.