સત્યાગ્રહી અભેસિંહ
સત્યાગ્રહી અભેસિંહ
વાત કરું છું વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
એક અડીખમ યોદ્ધા જેેવા,
દિલના સાવ માખણ જેવાં,
સેવાયજ્ઞની વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
વિચારો ગાંધીજીના જ હતાં,
ધર્મ સાથે કર્મના ય હતાં,
સાચા મા'ણાની વાત કરું છું,
અભેેેેસિંંહની વાત કરુંં છું,
હતાં અહર્નિશ જાગતલ,
ગામ - શહેર કે દેશાતલ,
સેવક તણી વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
સત્તા અંગ્રેજની આવી ત્યારે,
અવાજ ઊઠાવ્યો એણે જ્યારે !
કાળ કોટડીની વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
ગામે-ગામ સભાઓ કરતાં,
ગાંંધી બાપુુને અનુસરતા,
સત્યાગ્રહની વાત
કરું છું,
અભેસિંહની વાત કરું છું,
હાં માર પડે કે જેલ પડે,
આ માણસને શું ફેર પડે ?
બુલંદ સ્વરની વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
દેશ તો આઝાદ થઈ ગયો,
એક સત્યાગ્રહી બંધ થયો !
દેશ ભક્તની વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
બાવલું એમનું ગામ વચ્ચે,
ચેતન વિચારો કાયમ ચર્ચે,
ફૂલ ખુશ્બૂની વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
નામ એવાં ગુણ એનાં હતાં,
અભેસિંહ સાચા સેવક હતાં,
સત્યપંથીની વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું,
કહી જયહિંદ શહીદ થયાં,
દેશ અંગ્રેજરહિત થયાં,
હૈયે આવેેેલી વાત કરું છું,
અભેસિંહની વાત કરું છું.