સત્ય
સત્ય
મારી હકીકત, તમારુ ગણિત
છે વાસ્તવિકતા, કે પ્રામાણિકતા
સાબિત કરે વિજ્ઞાન, ન્યાય તોળે કાનૂન,
પાક્કી વફાદારી, થોડી દુનિયાદારી
સમજો દર્શનશાસ્ત્ર, અસમંજ ધર્મશાસ્ત્ર,
નજરે પત્રકારત્વ, કલાનું દ્રશ્ય સત્વ,
સત્યમાં નિષ્ઠા, જાળવે પ્રતિષ્ઠા,
સચ્ચાઈ ચકાશે, ધારણા પ્રકાશે,
ચોકસાઈપૂર્વક, અનુભવનો અર્ક,
વ્યવહારિક વાતો, સર્વસંમતિ ગાતો,
કારણ ને કાર્ય, તર્ક સ્વીકાર્ય,
સત્યની આંખે, નીતિની પાંખે,
કરુણા વરસાવે, સહુને હસાવે,
સત્ય નથી એક, માન્યતા અનેક,
હું કહું તે સત્ય, તું કહે તે સત્ય,
દલીલ નિરર્થક, સત્ય સાર્થક,
જો હોય નિસ્વાર્થ, સત્યમાં ગુઢાર્થ
સત્ય ટકાઉ, અસત્ય બિકાઉ.