STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

સ્તુતિ તમારી.

સ્તુતિ તમારી.

1 min
27.4K


શબ્દ સહારે કરી મેં સ્તુતિ તમારી.

પ્રત્યેક વિચારે કરી મેં સ્તુતિ તમારી.


ઉર થયું દ્રવીભૂત તમને સંભારતાં,

નૈનની અશ્રુધારે કરી મેં સ્તુતિ તમારી.


શતશત વંદન શેષશાયી સરકારને,

અંતરના આધારે કરી મેં સ્તુતિ તમારી.


શું માંગું અબ્ધિવાસી તમે મળ્યા પછી,

તમારા સ્વીકારે કરી મેં સ્તુતિ તમારી.


આર્તનાદે રીઝયા અવિનાશી અમારા,

તમારા આવકારે કરી મેં સ્તુતિ તમારી.


Rate this content
Log in