STORYMIRROR

Narendra K Trivedi

Others

3  

Narendra K Trivedi

Others

સરિતાને આમ તેમ વળી જાવું

સરિતાને આમ તેમ વળી જાવું

1 min
139

સરિતાને આમ તેમ વળી જાવું

અંતે તો દરિયાને મળી જાવું,


મૃગ દોડતું ઝાંઝવું પીવાને અહીં

અંતે રણની આગમાં બળી જાવું,


મધુકરને ફૂલો ફૂલો ઊડવું

અંતે તો ફોરમમાં ભળી જાવું,


ચોસલું બરફનું કે પ્રસ્વેદ બિંદુ

અંતે પાણી થઈને વહી જાવું,


ઉષા કે સંધ્યા નિયતી જગતની

અંતે સૂરજને સળગી જાવું.


Rate this content
Log in