સપ્તર્ષિ
સપ્તર્ષિ

1 min

24.6K
સાત સાથ તારલાની રંગોળી,
ઉત્તર ધ્રુવે પ્રદક્ષિણા ફંગોળી,
ભમતા રે ભોમિયાનો રાહબર,
ઋતુ રંગ રહસ્ય થકી બેખબર,
પંચ પ્રક્રુતિ પ્રેમીનો પથદર્શક,
દુન્યવી સુખ દુખનો મુકદર્શક,
ક્રતુ ને પુલહ દ્વય અગ્ર તારલા,
ધ્રુવ સંધાણ છોડે નહીં વિરલા,
સપ્તર્ષિ આભે ઉડાવ્યો પતંગ,
ફેરફુદરડી અંગ લગાવી તંગ,
નક્ષત્ર મધ્ય પુલસ્ત્ય ને અત્રિ,
બારમાસી અવકાશના યાત્રિ,
અંગિરા મરીચિ અને વસિષ્ઠ,
શિખંડી મોર શોભતા વિશિષ્ટ,
સાત સાથ તારલાની રંગોળી,
અરુધંતિની વસિષ્ઠ સંગ ટોળી.