સ્પંદનોની મીઠી મહેક
સ્પંદનોની મીઠી મહેક
1 min
184
ભીની ભીની એ સોડમ,
સાગર કિનારે નવી મોસમ
તાજાં એ પર્ણોની સાથે,
યાદ આવે પિયુની આજે.
સ્પદંનોની મીઠી મહેક,
આવી આજ દોહ્યલી મોસમ
મનના માણિગરની સાથે,
મન ભરીને રહેવું આજે.
સુગંધોની ના હોય કહેર,
તેને માણવાની સદાય મોસમ,
જીવનસાથીની હૂંફ સાથે,
બાથ ભરવી પિયુની સાથે.
સાગરની મોજાં પેઠે મહેર,
એક બંધ પડી દિલની ધડકન,
લાગણીઓ તાજી બને આજે,
કૂંપળને મન સરવાણી કાજે.
