STORYMIRROR

BINAL PATEL

Children Stories Inspirational

4  

BINAL PATEL

Children Stories Inspirational

સપનાની સીડી

સપનાની સીડી

1 min
355



   'નીંદરમાં પોઢી હું પ્રયાણ કરું,

   એકાંતમાં હું મારુ બાળપણ ખોળું,


   સપનાની વાતને હું શબ્દોમાં કેમ તોળું?

   લાગણીઓની એ મીઠાશ હું કાગળ પર ચીતરું,


   ૨૧મી સદી સાથે ઉંમર પણ એકવીસ,

   યૌવનની એ યોજના હું પણ બનાવું,


   દિન-રાત બસ સપના પાછળ જ ખોવાઉં,

   નીંદમાં હું બસ બાળપણની યાદોને જ વિચારું,


   બાળપણના એ સપનાને હું હાર-હંમેશ દોહરાવું,

   કાશ એ જ સપના સાથે આજે હું જીવન વિતાવું!


   આકાશને આંબવાના ઓરતા સજાવું,

   સપનાની સોનપરી સાથે હું મુલાકાતે જાઉં,


   'સપનાની સીડી' પર ચડતા હું હરખાઉં,

   મીઠી નીંદર સાથે આળસ મરડી હું ઉભો થાઉં,


   એક મીઠી મુસ્કાન સાથે ફરી કામે જોડાઉં,

   સપનાની એ વાતોને વાગોળતા હું હરખાઉં,


   બાળક બની ફરી હું રાતે પોઢી જાઉં,

   ફરી એ જ વાત ને એ જ સપનાઓ દોહરાઉં,

   એક દિ' આકાશ સામે નીરખી ફરી ખોવાઉં.'



Rate this content
Log in