સફળતા
સફળતા
કોમલ નવમાં ધોરણની વિદ્યાર્થિની છે. તે અભ્યાસમાં નબળી છે. અભ્યાસની વાત માં તે લાપર્વાહ હતી. એટલાં માટે તે એક વાર નવમાં ધોરણમાં નાપાસ થઈ હતી. હવે ફરી વાર વર્ષિક પરીક્ષા આવી ગઈ, પરંતુ કોમલ આ વખતે પણ મન લગાવીને મહેનત નથી કરતી એટલે તે પરીક્ષામાં નાપાસ થઈ ગઈ. વારંવાર નિષ્ફળ થવાથી તે નિરાશ થઈ ગઈ.
તે આત્મહત્યા કરવાના વિચારથી રૂમના બારણાં બંધ કરી લે છે. તેને પંખાની સાથે એક દોરડું બાંધી દીધું. અને દોરડાનો ગાળીયો બનાવ્યો. તે ગાળીયાને ગાળામાં નાખીને મરવા તૈયાર થાય છે.
દોરડાનો ગાળીયો ગળામાં નાખતી જ હતી ત્યાં તેની નજર એક મકડી પર જાય છે. મકડી વારંવાર તે દીવાલ પર ચડવાની કોશિશ કરે છે. પરંતુ દરેક વખતે તે નીચે પડી જાય છે. ઘણી વખત નિષ્ફળ થાય છે. પણ અંતમાં દીવાલ ચડવામાં સફળ થાય છે.
પણ અંતમાં મકડીની આ સફળતા જોઈને કોમલ ને ખુબ પ્રેરણા મળી તેનામાં ફરી હિંમત આવી. અને આત્મહત્યા કરવાનો વિચાર છોડી દીધો અને બારણાં ખોલી નાખ્યા. તે દિવસથી ભણવામાં જીવ - જાન લગાવીને અભ્યાસ કરતી. અને તેની મહેનત રંગ લાવી. તે સફળ થઈ. તે વાર્ષિક પરીક્ષમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ.
