સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા
1 min
265
દુનિયા આખીય વ્યસ્ત દેખાય છે,
આજનો માણસ બસ સોશિયલ મીડિયામાં દેખાય છે,
વાતો તો ઘણી કરે છે લોકો,
પણ સાચી લાગણી તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાય છે,
સારા નરસા વિચારો,
આજે બસ ફક્ત ફોરવર્ડ કરાય છે,
સાચું હાસ્ય તો ભાગ્યે જ દેખાય છે,
ને ખોટા ચહેરા સોશિયલ મીડિયામાં દેખાય છે,
રંગ લાગ્યો છે બધા ને,
એટલે જ અવનવા રંગો સોશિયલ મીડિયામાં દેખાય છે,
વ્યક્તિ ધોળો હોય કે કાળો,
અસલી રંગ તો સોશિયલ મીડિયામાં દેખાય છે.
