સોરઠ ગુજરાતની જાન
સોરઠ ગુજરાતની જાન
ગૌરવવંતુ ગુજરાત ને સોરઠ એની જાન,
બ્રાહ્મણ કુળની દીકરી હું કાઠીયાવાડી નાર,
આદર સત્કાર ને પ્રેમ લાગણી છે અમારી શાન,
આંગણે આવેલ દુશ્મન પર પણ લૂંટાવી દઈએ જાન,
આવો બાપ આવો ભેરુ એ જ અમારું ગાન,
સુખ દુઃખને વહેંચી લેતાં બની મિત્ર ને યાર,
મિત્રો માટે લડી લેતાં જીવ કરતાં કુરબાન,
આવે અતિથિ આંગણે આવકારો મીઠો દેવાય,
પ્રેમ લાગણી ને ભાવથી સ્વાગત એનું થાય્,
માખણ દહીં ને રોટલો દેશી ભાણું જમાય,
ભૂખ્યું કોઈ જાય નહીં એ જ અમારી શાન,
પરિસ્થિતિને સમજી લેતાં ના કરતાં ઉત્પાત,
ચાલશે ફાવશે ભાવશે એક જ અમારો તાલ,
બની રહેતાં પંખી અમે સૌ એક ઝાડની ડાળ,
નહીં ઈર્ષા નહીં વેર કે ન કોઈ અદેખાઈ,
મીઠી બોલી મીઠી ભાષા મીઠો આદરભાવ,
ગાળો આપે તો પણ લાગે અલગ આશિષ ભાવ,
રંગબેરંગી રંગોથી રંગેલું છે ગુજરાત,
દુનિયાભરની શાન છે મારું આ ગુજરાત.
