STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

સોનુ

સોનુ

1 min
40

ઊજળું એટલું દૂધ નહીં, 

પીળું એટલું સોનુ નહીં 

ભગવાં એટલાં સાધું નહીં, 

જટાધારી એટલાં ઋષિ નહીં 


દૂધમાં છુપાયું માતૃત્વ 

સોને કાટ-પ્રતિરોધક તત્વ 

સાધુમાં ત્યાગ દયા સત્વ 

ઋષિમાં કલ્યાણરૂપ વિધ્વ્ત્વ 


પોષણ ના આપે તો દૂધ નહીં 

કાટ ખાય તો સોનુ નહીં 

ઘાટ ઘડે તો સાધુ નહીં 

વાટ બતાવે નહીં તો ઋષિ નહીં 


દૂધ રૂપે આંકડાનું ક્ષીર 

સોના જેવું પીતળ 

શેતાનના રૂપમાં સાધુ 

ઋષિના રૂપમાં બાવા 


રૂપ નહીં ગુણથી દૂધ  

રંગ નહીં સત્વથી સોનુ  

વસ્ત્ર વૈરાગ્ય નહીં લોક સાધનાથી સાધુ 

વેશ નહીં વિધ્વતાથી ઋષિ 


ઊજળું એટલું દૂધ નહીં, 

પીળું એટલું સોનુ નહીં 

ભગવાં એટલાં સાધું નહીં, 

જટાધારી એટલાં ઋષિ નહીં 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ