સ્નેહનો સેતુ
સ્નેહનો સેતુ


જિંદગીની સફર છે સુહાની,
કહો તો બહું લાંબી જિંદગાની,
આમ તો ચપટીમાં વહી જવાની,
એક દિવસની સફર એ રોમાંચક,
બહું લાંબી હતી સવારી ટ્રેનની,
હું હતો એકલદોકલ બંદો બેઠો,
બીજાં સ્ટેશને એક ઝલક દેખાઈ
સુંદરતા એ જાણે આજે છલકાઈ
શું એની કમણીય સુંવાળી કાયા,
એક ચહેરો જાણે ન હટે નયનોથી,
એક આત્મીયતા દિલથી સ્પર્શી,
ન થયાં શબ્દોનાં વ્યવહાર બસ,
ગમી ગઈ આંખોની એ પરિભાષા,
અજાણ્યો સંબંધ ફક્ત એ દિવસનો,
સફર હતો એ અનોખો જિંદગીનો,
કેવી રીતે આત્મીયતાનો બની ગયો,
નહોતો એ પ્રેમ કે નહોતી કોઈ દોસ્તી,
સ્નેહને તાંતણે સંબંધ ગૂંથાઈ ગયો !